રિસર્ચ પ્રમાણે, ફેમિલી પ્લાનિંગ ન હોત તો આજે દેશની વસ્તી 307 કરોડ હોત, વર્ષ 2061 સુધી જન્મદર 1.8 થઇ શકે છે


https://ift.tt/2CkWehA

દેશમાં ફેમિલી પ્લાનિંગ ન હોત તો આજે આપણી કુલ વસ્તી 307 કરોડ એટલે કે બેગણી હોત. યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં વસ્તી પર રિસર્ચ કરી રહેલા જેએનયુના પ્રોફેસર ડૉ. શ્રીનિવાસ ગોલી પ્રમાણે, વર્ષ 1990થી 2016 સુધી ભારતમાં 169 કરોડ બાળકોનો જન્મ થાત અને આજે વસ્તી 138 કરોડ નહિ પણ 307 કરોડ હોત.

પ્રોફેસરે કહ્યું કે, જે દેશોએ દબાણપૂર્વક વસ્તી નિયંત્રણની નીતિ લાગુ કરી હતી તે બધાને આજે પસ્તાવો થઇ રહ્યો છે. આ કારણે યુરોપ, જર્મની, જાપાનમાં વસ્તી વધી રહી નથી. હવે તેઓ બાળકોને જન્મ આપવા માટે લોકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે. આપણી વસ્તી આપણું બોનસ છે.

ઓપ્ટિમમ પોપ્યુલેશન અને રિપ્લેસમેન્ટ ફર્ટીલીટીના સિદ્ધાંતનું વસ્તી ગણતરીમાં સૌથી વધારે મહત્ત્વ છે. ઇટલી, ફ્રાંસ, સ્વીડન જેવા દેશમાં કામ કરવા માટે જરૂરી માણસો નથી. જો આ દિવસોમાં ભારતમાંથી નર્સ જાય તો ત્યાંની હેલ્થ કેર સિસ્ટમ પડી જશે. આ જ કારણે બે બાળકોની સિસ્ટમ યોગ્ય છે અને આ રીતે જ આગળ વધવું જોઈએ. વર્ષ 2061 સુધી ભારતમાં પણ જન્મદર 1.8 એટલે કે બે બાળકોથી ઓછો થાય તેવી ધારણા છે, જે યોગ્ય નથી.

વસ્તી વધવાથી ફાયદો, 1 રૂપિયા ખર્ચી સરકારે 45 રૂપિયા બચાવ્યા
પ્રોફેસર ડૉ. શ્રીનિવાસે જણાવ્યું કે, વસ્તી વધવાનો ફાયદો અર્થવ્યવસ્થાને પણ થયો છે. સરકારે ફેમિલી પ્લાનિંગમાં જે ખર્ચો કર્યો, તે વસ્તી નિયંત્રણ થતા આર્થિક રિટર્નની રૂપે મળે છે. સરળ ભાષામાં સમજીએ તો વર્ષ 1991માં સરકારે ફેમિલી પ્લાનિંગ પર એક રૂપિયો ખર્ચ કર્યો તો સરકારના 4 રૂપિયા બચ્યા. વર્ષ 2016માં આ ફાયદો વધીને 45 રૂપિયા થઇ ગયો. વર્ષ 2061 સુધી આ એક રૂપિયો 628 રૂપિયાનો ફાયદો કે બચત આપશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
જેએનયુના પ્રોફેસર ડૉ. શ્રીનિવાસ ગોલીનો ફાઈલ ફોટો


from Divya Bhaskar https://ift.tt/3gNJQ8S
https://ift.tt/2CkWehA

Post a Comment