અમરનાથના લાઈવ દર્શન આજથી, યાત્રાને પરવાનગી મળી તો રોજ 500 શ્રદ્ધાળુઓ ગુફા સુધી જઈ શકશે


https://ift.tt/2VJybzx

પ્રથમ વખત અમરનાથની વિશેષ પૂજાનું લાઈવ પ્રસારણ રવિવારે સવારે 7.30 વાગ્યાથી થઈ રહ્યું છે. પ્રસારણ 3 ઓગસ્ટ સુધી એટલે કે રક્ષાબંધન સુધી ચાલુ રહેશે. તેના માટે દુરદર્શનની 15 લોકોની ટીમ ગુફા પરિસરમાં રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ રવિવારે થનારી વિશેષ પૂજામાં લે.ગવર્નર ગિરીશ ચંદર મૂર્મ પણ હાજર રહેશે. કોરોના સંક્રમણની અસર અમરનાથ યાત્રા પર પણ પડી છે.

ગત વર્ષે 2 ઓગસ્ટે માર્ગમાં વિસ્ફોટક મળ્યા બાદ યાત્રાને રોકવામાં આવી હતી. 3.42 લાખ લોકોએ દર્શન કર્યા હતા. શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડના ચેરમેન ગિરીશ ચંદર મૂર્મૂની અધ્યક્ષતામાં યાત્રાના સ્વરૂપ પર એક-બે દિવસમાં નિર્ણય થાય તેવી શકયતા છે. જોકે પ્રશાસને કહ્યું છે કે આ વખત યાત્રા પર ઘણા પ્રકારના પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. જો યાત્રાની પરવાનગી મળશે તો તે બાલટાલના રસ્તે જ થશે.

પહલગામના પારંપરિક રસ્તાથી યાત્રા થશે. બાલટાલવાળા રસ્તામાં 16 કિમીનું ચઢાણ છે. આ રસ્તાથી યાત્રાળુઓ એકથી બે દિવસમાં દર્શન કરીને પરત ફરી શકે છે. પ્રત્યેક દિવસે અમરનાથ ગુફા સુધી માત્ર 500 યાત્રાળુઓને જ જવાની પરવાનગી મળશે. બાલટાલ માર્ગમાં ચાર હેલીપેડ અને બેસ કેમ્પ તૈયાર થઈ ગયા છે. સૂત્રોનું કહેવું છે કે આ વખતે હેલિકોપ્ટર દ્વારા પણ યાત્રા કરાવવામાં આવી શકે છે.

જુલાઈના અંતમાં 15 દિવસ માટે મુસાફરી શકય છે
અમરનાથ ગુફા 3880 ફીટ ઉંચાઈ પર આવેલી છે. દર વર્ષે બે માર્ગ અનંતનાગથી પહલગામ અને ગાંદેરબલના બાલટાલથી યાત્રા શરૂ થાય છે. સૂત્રોનું કહેવું છે કે અમરનાથ શ્રાઈન બોર્ડ જુલાઈના અંતમાં 15 દિવસ માટે યાત્રા કરાવવાનું આયોજન બનાવી રહ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Amarnath Live Darshan From today, if the pilgrimage is allowed, 500 devotees will be able to go to the cave every day.


from Divya Bhaskar https://ift.tt/2NSlNsO
https://ift.tt/2VJybzx

Post a Comment