અયોધ્યામાં દરેક ઘરમાં મંદિર, દરેક મંદિરમાં ઘર, શ્રાવણમાં રામમંદિરના ભૂમિપૂજન માટે મોદીને આમંત્રણ


https://ift.tt/3inmVTf

ભગવાન રામનું જન્મસ્થળ અયોધ્યા નવો વળાંક લેવાનું છે. રામમંદિરનું નિર્માણ શ્રાવણ માસમાં શરૂ થઈ જશે, તેના માટે વડાપ્રધાન મોદીને આમંત્રણ મોકલી દેવાયું છે. રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ અને મહામંત્રી ચંપત રાયે પત્ર લખીને આગ્રહ કર્યો કે તે શ્રાવણ માસમાં અયોધ્યા આવીને પાયો નાખે. મુલાકાત સંભવ ન થાય તો વીડિયો કોન્ફરન્સિંગથી ભૂમિપૂજન કરી શકે. નૃત્ય ગોપાલ દાસના ઉત્તરાધિકારી કમલ નયન દાસ કહે છે કે શ્રાવણ માસ શુભ છે. આ દરમિયાન શરૂ થનારું કામ પૂરું જ થાય છે. શ્રાવણ છ જુલાઈથી શરૂ થઈને ત્રણ ઓગસ્ટે પૂરો થશે.

અયોધ્યામાં સાતથી આઠ હજાર મંદિર
ઊંચાઈએથી જોતા અયોધ્યામાં મંદિર જ મંદિર દેખાય છે. પાંચ લાખથી વધુ વસતીવાળી નગરી વિશે કહેવાય છે કે અહીં દરેક ઘરમાં મંદિર અને દરેક મંદિરમાં ઘર છે. વિહિપના સ્થાનિક પ્રવક્તા શરદ જૈન કહે છે કે અયોધ્યામાં સાતથી આઠ હજાર મંદિર છે. 100થી 125 મોટાં મંદિર અને અખાડા છે.

મંદિર ભવ્ય તો નગરી સ્માર્ટ હશે
ભવ્ય મંદિરની જેમ અયોધ્યા નગરીનો કાયાકલ્પ પણ સ્માર્ટ સિટીની જેમ કરાશે. અહીં જલદી જ પહોળા કોંક્રિટ રોડ, અંડરગ્રાઉન્ડ વીજળીની લાઈન, આધુનિક સિવેજ સિસ્ટમની કામગીરી શરૂ થવાની છે. ધાર્મિક નગરીનું મહત્ત્વ કાયમ રાખતા 50 મોટા પ્રોજેક્ટને અંતિમ સ્વરૂપ અપાયું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ઊંચાઈએથી લેવાયેલી અયોધ્યાની ભવ્ય તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3eQA1Gu
https://ift.tt/3inmVTf

Post a Comment