કાનપુરના બિકરુ ગામમાં સીઓ સહિત આઠ પોલીસકર્મીઓની હત્યા કરનારો ગેંગસ્ટર વિકાસ દુબે શુક્રવારે સવારે એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે. યુપી STFની ટીમ તેને ઉજ્જૈનથી ટ્રાંજિટ રિમાંડ પર કાનપુર લઈ જઈ રહી હતી. પરંતુ શહેરથી 17 કિમી પહેલા સવારે 6.30 વાગ્યે કાફલાની એક ગાડી પલટી ખાઈ ગઈ હતી.
વિકાસ એ જ ગાડીમાં બેઠો હતો. દુર્ઘટના પછી પોલીસ ટીમ પાસેથી પિસ્તોલ છીનવીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તો સામે પોલીસની કાર્યવાહીમાં તે ઘાયલ થયો હતો. તેને છાતી અને કમરના ભાગે બે ગોળી વાગી છે. ત્યારપછી તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તેને સવારે 7 વાગ્યેને 55 મિનિટ પર મૃત જાહેર કરાયો હતો. જો કે, હાલ પોલીસનું સત્તાવાર નિવેદન આવ્યું નથી. વિકાસ દુબેને ગુરુવારે ઉજ્જૈનના મહાકાલ મંદિરથી ઝડપ્યો હતો.
વિકાસ દુબેને લઇને જતી પોલીસ કારને અકસ્માત નડ્યો
કાનપુર શૂટઆઉટ કેસમાં અત્યાર સુધી શું થયું?
2 જુલાઈઃ વિકાસ દુબેની ધરપકડ કરવા માટે 3 પોલીસ સ્ટેશનની પોલીસે બિકરુ ગામમાં રેડ પાડી, વિકાસની ગેંગે 8 પોલીસકર્મીઓની હત્યા કરી
3 જુલાઈઃ પોલીસે સવારે 7 વાગ્યે વિકાસના મામા પ્રેમપ્રકાશ પાંડેય અને સહયોગી અતુલ દુબેનું એન્કાઉન્ટ કરી દીધું. 60 લોકો વિરુદ્ધ FIR કરી.
5 જુલાઈઃ પોલીસે વિકાસના નોકર અને ખાસ સાથી દયાશંકર ઉર્ફ કલ્લૂ અગ્નિહોત્રીને ઘેરી લીધો. પોલીસની ગોળી વાગવાથી દયાશંકર ઘાયલ થઈ ગયો હતો. તેને ઘટસ્ફોટ કર્યો કે પહેલાથી પ્લાનિંગ કરીને પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો.
No comments:
Post a Comment