શિવરાજે નરોત્તમ પાસેથી સ્વાસ્થ્ય વિભાગ લઈને સિંધિયા ગ્રૂપના પ્રભુરામને આપ્યું; ભાર્ગવને PWD અને દેવડાને નાણાં વિભાગ

શિવરાજ સિંહ ચૌહાણે મંત્રીમંડળ વિસ્તરણના 11માં દિવસે વિભાગોની વહેંચણી કરી દીધી છે. તેની સાથે જ તેમણે અમુક વિભાગોમાં ફેરબદલ પણ કરી છે. ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા પાસેથી સ્વાસ્થ્ય વિભાગ લઈને સિંધિયા સમર્થક ડૉ. પ્રભુરામ ચૌધરીને આપવામાં આવ્યું છે. સિંધિયા સમર્થકોને તેમની પસંદગીના વિભાગ આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તેમની પાસે સામાન્ય પ્રશાસન, જનસંપર્ક, નર્મદા ખીણ વિકાસ જેવા વિભાગ રાખ્યા છે જે કોઈ અન્ય મંત્રી પાસે નથી.
ચોથી વાર મુખ્યમંત્રી બન્યા પછી પહેલીવાર શનિવારે ગ્વાલિયર આવેલા શિવરાજ સિંહ ચૌહાણેસંભાગાયુક્ત કાર્યાલયમાં બેઠક પછી કહ્યું કે,રવિવારે નવા મંત્રીઓને વિભાગની સોંપણી કરી દેવામાં આવશે. રવિવારે તેમણે ભોપાલમાં દાવો કર્યો હતો કે આજે મંત્રીઓને વિભાગોની વહેંચણી કરી દેવામાં આવશે. જોકે અંતે લિસ્ટ સોમવારે જાહેર કરવામાં આવ્યું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3ekt53j
https://ift.tt/38U0bpQ
No comments:
Post a Comment