6.73 લાખ કેસઃ એક દિવસમાં રેકોર્ડ 24,018 દર્દી વધ્યા, સંક્રમણના મામલામાં આજે ભારત રશિયાને પાછળ છોડી દે તેવી શક્યતા

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 6 લાખ 73 હજાર 904 થઈ ગઈ છે. શનિવારે રેકોર્ડ 24108 દર્દી વધ્યા અને 14 હજાર 327 સાજા પણ થયા છે. covid19india.orgના જણાવ્યા પ્રમાણે, મહારાષ્ટ્રમાં 7074 પોઝિટિવ મળ્યા હતા. રાજ્યમાં 2 લાખથી વધુ દર્દી થઈ ગયા છે, જ્યારે 8671 લોકોના મોત થયા છે.
તો બીજી બાજુ ભારત હવે 611 સંક્રમિતોથી રશિયા કરતા પાછળ છે. જો આટલા સંક્રમિતો વધી જશે તો ભારત રશિયાને સંક્રમિતોના મામલામાં પાછળ છોડીને ત્રીજા સ્થાને આવી જશે. હાલ અમેરિકા પહેલા અને બ્રાઝીલ બીજા નંબરે છે. આ બન્ને દેશ પછી ભારતમાં જ દરરોજ સંક્રમણના સૌથી વધુ નવા કેસ આવી રહ્યા છે.
રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશઃએક દિવસમાં સૌથી વધુ થાણેમાં 2,285 મુંબઈમાં 1,375 અને પૂણેમાં 1,022 કેસ સામે આવ્યા હતા. અહીંયા સૌથી મોટા ઝૂંપડપટ્ટી વિસ્તાર ધારાવીમાં શુક્રવારે કોરોના વાઈરસ સંક્રમણના આઠ નવા કેસ સામે આવ્યા હતા સાથે જ અહીંયા સંક્રમિતોની સંખ્યા વધીને 2309 થઈ ગઈ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2NX0aHO
https://ift.tt/38wMaya
No comments:
Post a Comment