લોકોને પૂછાશે- ખુલ્લામાં શૌચ કરો છો? લેપટોપ કે કમ્પ્યૂટર છે?, જવાબના આધારે યોજનાઓના અમલમાં થતી વિસંગતિઓ દૂર કરાશે
વસતી ગણતરી 2021માં ભારત સરકાર તેના દાવાઓની વાસ્તવિક હકીકત જાણવા પ્રયાસ કરશે. સરકારી દાવા મુજબ આખો દેશ ખુલ્લામાં શૌચથી મુક્ત જાહેર થઇ ચૂક્યો છે, દરેક ગામમાં વીજળી પહોંચી ચૂકી છે અને માથે મેલું ઉપાડવાની પ્રથા પણ નાબૂદ થઇ ચૂકી છે. તેમ છતાં વસતી ગણતરીના પ્રથમ તબક્કામાં એટલે કે મકાનોની ગણતરી દરમિયાન આ સવાલો પૂછાશે, જેથી આ દાવાઓની હકીકત જાણી શકાય.
આ સવાલ સરકારી દાવાઓ પર સવાલ ઊભા કરતા દેખાય છે પણ રજિસ્ટ્રાર અને વસ્તી ગણતરી કમિશનરની કચેરી તેવું નથી માનતી. એડિશનલ રજિસ્ટ્રાર સંજયનું કહેવું છે કે ભારત ભૌગોલિક અને સામાજિક રીતે ખૂબ વિવિધતાપૂર્ણ દેશ છે. એવામાં વસતી ગણતરી એવી એકમાત્ર તક છે કે જ્યારે સરકાર સીધી દેશની દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે છે. તેથી એ જ પ્રયાસ રહે છે કે યોજનાઓના અમલમાં વિસંગતિ જણાય તો દૂર થઇ શકે.
64 પેજની હેન્ડબુકમાં 34 સવાલ
વસતી ગણતરી 2021ના બે તબક્કા છે. પ્રથમ તબક્કામાં મકાનોની અને બીજામાં લોકોની ગણતરી થશે. મકાનોની ગણતરી કેવી રીતે કરવી તે સમજાવવા 64 પેજની હેન્ડબુક પ્રકાશિત કરાઇ છે, જેમાં મુખ્ય 34 પ્રશ્ન સામેલ કરાયા છે.
ખુલ્લામાં શૌચ કરવા જાવ છો?
- સરકારી દાવો : 2 ઓક્ટોબર, 2019ના રોજ આખો દેશ ખુલ્લામાં શૌચથી મુક્ત.
- લોકોને પૂછાશે કે ઘરમાં શૌચાલય છે કે નહીં? જવાબમાં 4 વિકલ્પ અપાયા છે. તેમાંથી એક વિકલ્પ છે- ખુલ્લામાં શૌચ કરવા જાવ છો?
ઘરમાં કેરોસીનનું ફાનસ છે?
- સરકારી દાવો : 28 એપ્રિલ, 2018 સુધીમાં દેશના દરેક ગામ સુધી વીજળી પહોંચી ચૂકી છે.
- ઘરમાં પ્રકાશનો સ્ત્રોત શું છે? વીજળી, સૌર ઊર્જાની સાથે કેરોસીનના ફાનસનો વિકલ્પ છે. વિકલ્પ એ પણ છે કે ઘરમાં પ્રકાશ છે કે નહીં?
શૌચાલયનું મેલું કોણ ઉપાડે છે?
- સરકારી દાવો : પ્રતિબંધનો કાયદો 20 વર્ષ અગાઉ બની ચૂક્યો છે. 2 ઓક્ટોબર, 2014ના રોજ પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે માથે મેલું ઉપાડવાની પ્રથા 2 વર્ષમાં નાબૂદ કરી નાખીશું.
- એ પણ પૂછાશે કે શૌચાલયની સફાઇ કેવી રીતે થાય છે? એક વિકલ્પ એ છે શૌચાલયનું મેલું માણસો સાફ કરીને લઇ જાય છે કે નહીં?
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3gYAnvH
https://ift.tt/2Cxjutg
No comments:
Post a Comment