ટ્રેનમાં ભોજન પીરસનારા કેટરિંગ સ્ટાફને એરહોસ્ટેસની જેમ ટ્રેનિંગ આપી રહી છે: IRCTC
ટ્રેનમાં ભોજન કેવી રીતે પીરસવું, જેનાથી સ્ટાફ અને યાત્રી બંને સુરક્ષિત રહે. તેના માટે આઈઆરસીટીસી ટ્રેનમાં ભોજન પીરસનારા કેટરિંગ સ્ટાફને એરહોસ્ટેસની જેમ ટ્રેનિંગ આપી રહી છે.
આઈઆરસીટીસી અનુસાર જ્યારે પણ ટ્રેનોનું સંચાલન શરૂ કરાશે, તેના પહેલાં આઈઆરસીટીસી અને કેટરર્સનું સ્ટાફ સંપૂર્ણપણે ટ્રેન્ડ થઈ જશે. હાલ ઈન્ડિયન ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન સહિત અમુક અન્ય ઈન્સ્ટિટ્યૂટ આઈઆરસીટીસી સ્ટાફને ટ્રેનિંગ આપી રહ્યાં છે. આ ટ્રેનિંગ વર્ચ્યુઅલ થઈ રહી છે અને ગ્રૂપમાં અપાઇ રહી છે. એક સપ્તાહ ચાલનારી ટ્રેનિંગમાં ખાવાનું પીરસતી વખતે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખે, હાઈજિન, અંતર રાખવા વગેરે વિશે જણાવી ર હ્યાં છે. ટ્રેનમાં હજુ રેડી-ટુ-ઈટ ભોજન અપાય છે.
આઈઆરસીટીસી અનુસાર દેશ ધીમે ધીમે અનલૉક તરફ વધી રહ્યું છે. ભવિષ્યમાં ટ્રેનની સંખ્યા વધારવાની શક્યતા છે. પેસેન્જરોના સુરક્ષિત અનુભવ માટે IRCTC તૈયારી કરી રહ્યું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3fZ7UVh
https://ift.tt/2Y28JX8
No comments:
Post a Comment